કાલોલ: ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતાં મોટી શામળદેવી ગામે રવિવારે સાંજે ક્રિકેટ પ્રેમીઓની આતાશબાજી અને ઢોલ નગારા સાથે ઉજવણી
કાલોલમાં રવિવારે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચનો ભારે ક્રેઝ છવાયો હતો. રવિવારે સાંજે સાત વાગ્યે મેચ શરૂ થતાં લોકો પોતાના ટીવી સેટ, પ્રોજેક્ટર કે પછી મોબાઈલ પર ગોઠવાઈ ગયા હતા.જેને લઇ કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના ક્રિકેટ પ્રેમી નવયુવાનો દ્વારા પહેલીવાર પ્રોજેક્ટર દ્વારા ફાઇનલ મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામનાં 300થી વધુ ક્રિકેટ પ્રેમી યુવાનો, વડીલોએ સાથે બેસીને મેચ નિહાળી હતી.