તારાપુર: તારાપુર પોલીસે પ્રતિબંધિત નશીલી દવાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપ્યા, રૂ.4,73,762નો મુદામાલ જપ્ત
Tarapur, Anand | May 31, 2026 તારાપુર પોલીસે પ્રતિબંધિત નશીલી દવાઓના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.ખડા ગામની સીમમાં મોટા ક્લોદરા-રામપુરા રોડ પરની મણીપુર ચોકડી પાસે એક સફેદ રંગની ફોર વ્હીલર ગાડી (GJ-38-BK-4883) ને અટકાવી હતી.ગાડીની તપાસ દરમિયાન તેમાંથી પ્રતિબંધિત નશીલી દવાઓ મળી આવી હતી.નશીલી દવાનો જથ્થો,કાર, મોબાઈલ સહીત રોકડ રકમ મળી કુલ રૂ.4,73,762નો મુદામાલ જપ્ત કર્યો છે.ધોલેરાના ઝાંખીમાં રહેતા કનુભાઈ રવજીભાઈ ચુડાસમા અને અજુભાઈ જેરામભાઈ ચુડાસમા ઝડપાયા છે.