ગોધરા: ગોધરાના કાંકણપુર એમજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી સામે સવાલો, જોખમી વીજ થાંભલાઓ અને ખુલ્લી ડીપીથી અકસ્માતનો ભય
ગોધરા તાલુકાના કાંકણપુર MGVCL સબ ડિવિઝનની પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ છે. અહીંના પઢીયાર હરીના મુવાડા, અંદરના મુવાડા અને કરણના મુવાડા ગામોમાં અનેક વીજ થાંભલાઓ જોખમી રીતે નમી ગયા છે, જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.હરીના મુવાડા ગામે ખુલ્લી વીજ ડીપી પર જંગલી વેલા છવાઈ જતાં કરંટ ઉતરવાનો ભય છે, જ્યાં અગાઉ પશુઓના મોત પણ થયા છે. સામાન્ય વરસાદમાં જ દિવસો સુધી અંધારપટ ભોગવતા ગ્રામજનોએ જોખમી થાંભલા-ડીપીનું તા