બારડોલી: જિલ્લા ટ્રાફિક પોલીસની માનવતાભરી સરાહનીય કામગીરી: આફવા ચોકડી ખાતે અકસ્માતગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી
Bardoli, Surat | Sep 22, 2025 બારડોલીથી વ્યારા જતા નેશનલ હાઇવે નંબર 53 પર આવેલા વલ્લભ નગર ફળિયું, આફવા ચોકડી ખાતે સોમવારે સાંજે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક એક્ટિવા ચાલક અને રાહદારીને ગંભીર ઇજાઓ થઈ હતી.રાહદારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતનો ભોગ બનેલી એક્ટિવા ચાલક યુવતી ગંભીર ઇજાઓને કારણે પીડાથી તડપી રહી હતી અને રસ્તા પર જ તડફડી રહી હતી. આ દરમિયાન સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે હોસ્પીટલ ખસેડી.