ગોધરા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને ગઈ કાલે બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર જમા કરાવવામાં આવ્યું નથી
નોંધપાત્ર બાબત એ છે કે હજુ સુધી જિલ્લામાં એક પણ ઉમેદવારી પત્ર વિધિવત રીતે ભરાયું (જમા થયું) નથી, ગોધરા નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ધસારો સૌથી વધુ જોવા મળ્યો છે આજે વધુ 92 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. કુલ ઉપાડ: છેલ્લા બે દિવસમાં કુલ 248 ઉમેદવારી પત્રો ફોર્મ વિતરણ કેન્દ્ર પરથી લેવામાં આવ્યા છે. નગરપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતોમાં પણ ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા તેજ બની છે: ગોધરા તાલુકા પંચાયત અહીં બે દિવસ દરમિયાન કુલ 75 ઉમેદવારી પત