ગોધરા: ગોધરા તાલુકાના ઓરવાડા નજીક હાઇવે પર પૂરઝડપે આવતી વાને ઉભેલી રિક્ષાને ટક્કર મારી: મહિલા સહિત ત્રણને ઇજા
ગોધરા તાલુકાના ઓરવાડા પાસે કેન્સર હોસ્પિટલ નજીક હાઇવે પર ઊભેલી ઓટો રિક્ષાને પૂરઝડપે આવતી વાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા અંકિત અને મણીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે રિક્ષા ચાલક, બળવંતભાઇ કતારા અને કોકીલાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. વાન ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વાન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.