ગોધરા: મામાફડકે પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાનમથક ખાતે ગાયિકા સાંત્વની ત્રિવેદીએ મતદાન કરીને લોકોને પણ મતદાન માટે અપીલ કરી
ગોધરા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સુપ્રસિદ્ધ ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓ ગોધરા ખાતે આવેલ મતદાન મથક પર પહોંચી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.મતદાન બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ગરમીનો માહોલ છે, છતાં મતદારો ગરમીનું બહાનું કાઢીને મતદાનથી દૂર ન રહે. તેમણે સૌને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.