ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય પ્રભારી ડૉ. પ્રશાંતભાઈ કોરાટના સુરત જિલ્લા સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં ‘શ્રી કમલમ’ – સુરત જિલ્લા ભાજપાના મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે યોજાઈ હતી. બેઠકની શરૂઆત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ ડૉ. પ્રશાંતભાઈ કોરાટે પાર્ટીના આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી