ભાવનગર શહેર: CPM દ્વારા વિવિધ માંગને લઇ પાનવાડી ખાતેથી રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | May 1, 2026
આશા વર્કર બહેનો અને શ્રમિકોની વિવિધ માંગને લઈને સીપીએમ દ્વારા રેલી કાઢી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આશા વર્કર બહેનો અને લેબરોની વિવિધ માંગને લઈને સીપીએમ દ્વારા પાનવાડી ખાતે ભવ્ય સંમેલન યોજી રેલી કાઢી બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.