જાંબુઘોડા પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપવાનો પ્રશંસનીય કાર્યક્રમ આજે શનિવાર ના રોજ યોજાયો હતો.પોલીસના આ માનવીય અભિગમથી અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી જાંબુઘોડા પોલીસ ધ્વારા સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવીને કુલ 6 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.જેની કુલ કિંમત 85,007/- થાય છે.જે આજે શનિવાર રોજ અરજદારોને પરત કરવામાં આવ્યા હતા