સુરતના ઉધના-નવસારી રોડ પર આજે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદને કારણે ડ્રેનેજ લાઈનો ઉભરાતા, મિલો દ્વારા છોડવામાં આવેલું કેમિકલયુક્ત પાણી રોડ પર ફરી વળ્યું હતું.આખો રોડ લાલ રંગના પાણીથી છવાઈ જતાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક ધારાસભ્ય મનુભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે પાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી.