ભાવનગર શહેર: ક્રેસન્ટ વિસ્તારમાં અશાંતધારા ભંગ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા, ભાવનગર LCBની કાર્યવાહી
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
આજે તરીખ 4 એપ્રિલના રોજ સાંજના 6 કલાકે ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અશાંતધારા ભંગના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપી ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ અને જુનેદભાઈ હારૂનભાઈ ગનીયાણીને ઝડપી પાડ્યા છે. તપાસ મુજબ આરોપીઓએ અશાંતધારા વિસ્તારમાં આવતી મિલ્કત માટે પૂર્વ મંજુરી વગર કાવતરું રચી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રૂ.૯૩ લાખની લેવડદેવડ કરી હતી, જેમાંથી રૂ.૫.૫ લાખનો આર્થિક લાભ મેળવ્યો હતો.