અમદાવાદમાં વરસાદની સાથે જ તંત્રની પોલ ખુલ્લી પડી છે. જીવરાજપાર્ક ચાર રસ્તા અને મેટ્રો સ્ટેશન નજીક ડ્રેનેજ લાઇન ભંગાણના કારણે બે મોટા ભુવા પડ્યા છે, જેના લીધે એક તરફનો માર્ગ બંધ કરી રસ્તો કોર્ડન કરાયો છે. બે દિવસમાં બીજી વાર ભુવો પડતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલ AMCના એન્જિનિયરોએ ઘટનાસ્થળે પહોંચી સમારકામ હાથ ધર્યું છે.