ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં ડ્રેનેજની લાઇન ખોદવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો, કાર્યવાહી કરવાની માંગ કરી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | May 5, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડ્રેનેજની લાઈન ખોદવામાં આવતા સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. ડ્રેનેજની લાઈન માટે કરવામાં આવેલા ખાડામાં નાના બાળકો અને વૃદ્ધો પડી જવાના બીકે સ્થાનિક લોકો પરેશાન થયા છે. આ અંગે ઝડપથી કાર્યવાહી કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.