આજે ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ IDP સ્કૂલનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્કૂલ સ્ટાફ અને વાલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે. સ્ટાફ દ્વારા વાલીને સ્કૂલ છોડી જવા માટે ધમકી આપવામાં આવી રહી છે અને વારંવાર પોલીસ બોલાવવાની જીદ પણ કરાઈ રહી છે.