ગોધરા: LCB પોલીસે બગીચા રોડ પર આવેલી દુકાન બહાર મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ એલસીબી પોલીસે બગીચા રોડ, ગોધરા ખાતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો. બાતમીના આધારે 18 એપ્રિલની રાત્રે છાપો મારતા હિતેશ ચંદુભાઈ રાણા મોબાઈલમાં ENGLISH999 આઇડી દ્વારા સટ્ટો ચલાવતો ઝડપાયો. પોલીસે તેના પાસેથી અંદાજે ₹10,000નો મોબાઈલ જપ્ત કર્યો અને આઇડીમાં ₹57,200 બેલેન્સ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.