ભુજ: બળદિયા ગામમાં ૯ મકાનોના બાથરૂમમાંથી ચોરી
Bhuj, Kutch | Apr 5, 2026 બળદિયા ગામમાં ૯ મકાનોના બાથરૂમમાંથી ચોરી બળદિયા ગામે તસ્કરોએ તરખાટ મચાવતા અલગ-અલગ ૯ મકાનોને નિશાન બનાવ્યા હતા. ફરિયાદી હરજીભાઈ માંડાણીના જણાવ્યા મુજબ, મકાનોના બહારના ભાગે આવેલા બાથરૂમના દરવાજા તોડી નળ, મિક્સર અને મોટર સહિત કુલ ₹૧૮,૨૦૦ની મત્તાની ચોરી થઈ છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.