આણંદ શહેર: આણંદ એ.વી.રોડ ઉપર વિઝા કન્સલ્ટન્ટની ઓફીસના સચાલકોએ વિદેશ મોકલવાના બહાને રૂપિયા ૫૦ લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી
આણંદ તા.૭ આણંદ શહેરમાં એ.વી.રોડ ઉપર વિઝા કન્સલ્ટન્ટ ની ઓફિસના સંચાલકોએ ૨૧જેટલા યુવક યુવતીઓને વિદેશ મોકલવાના બહાને અલગ અલગ તારીખે રૂપિયા ૫૦.૯૦ લાખ મેળવી લઈ રૂપિયા મળ્યા બદલ જુદી જુદી પહોંચી તેમજ એગ્રીમેન્ટ લખી આપી વિદેશ નહી મોકલી પૈસા પરત નહીં આપી ઓફીસ બંધ કરી નાસી જાય છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ અંગે આણંદ શહેર પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.