આણંદ શહેર: આણંદ નાયબ ખેતી નિયામકની ટીમે કાસોરમાંથી ડુબલીકેટ દવા વેચતા 3 સામે કાર્યવાહી કરી
સોજીત્રા તાલુકાના કાસોર ગામે આવેલી શ્રી ઘોળેશ્વર એગ્રે સેન્ટર ખાતે આણંદની નાયબ ખેતી નિયામકની ટીમે દરોડા પાડીને તપાસ કરતાં લાયસન્સ વગર તેમજ બનાવટી જંતુનાશક દવાઓનું વેચાણ કરવાનું રેકેટ ઝડપી પાડીને સોજીત્રા પોલીસે બન્ને ભાગીદારો તેમજ અમદાવાદના કઠવાડાનાની ગાયત્રી એગ્રોટેક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ઘરી છે.