હાંસોટ: હાંસોટના કોટેશ્વર ખાતે ખેડૂત આગેવાનોની યોજાય બેઠક, સિંચાઈ સહિતના પ્રશ્ને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Hansot, Bharuch | Sep 22, 2025 હાંસોટના કોટેશ્વર મંદિર ખાતે રવિવારના રોજ ખેડૂત સમાજ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી તેમજ કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા તાજેતરમાં 90 દિવસ માટે સમારકામ અર્થે નહેરમાં પાણી બંધ કરવામાં આવનાર છે ત્યારે આ સમયગાળો ઘટાડવાની માંગ કરવામાં આવી છે.