ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના આયોજન હેઠળ કુલ 28 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ અને પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ નોંધનીય બાબત એ રહી કે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર મોડેલ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત, જળચક્ર, પવનચક્કી, સોલાર ઊર્જા, માનવ શરીર રચના, વિજળી ઉત્પાદન અને જવાળામુખી જેવા વિષયો પર જીવંત પ્રયોગો રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. ઉપસ્થિત વાલીઓ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓની મહેનતની પ્રશંસા કરી