વઢવાણ: Lcb પોલીસે તલવણી ગામે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર Lcb પોલીસ ટીમ ના અજયસિંહ ઝાલા તેમજ અશ્વિનભાઇ માથુકિયા ને મળેલ બાતમીના આધારે લખતર તાલુકાના તલવણી ગામે વિકીભાઈ સાગરભાઈ ચોવીસિયા ના રહેણાક મકાન દરોડો કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો કિંમત રૂપિયા 276650 નો મુદ્દામાલ ઝડપી પાડી હાજર નહીં મળી આવેલ વિકીભાઈ ને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.