મોડાસા: શહેરના સૂકા બજાર વિસ્તારમાં યુ.જી.વી.સી.એલ.ની વીજ ડીપીમાં સોર્ટસર્કિટની ઘટના સર્જાઇ
મોડાસા શહેરના સૂકા બજાર માં આજરોજ શનિવાર સાંજે 4 વાગ્યાના અરસામાં યુ.જી.વી.સી.એલ ની વીજ ડીપીમાં સોર્ટસર્કિટ સર્જાઇ હતી.વિજડીપી માં ધડાકા ભેર અવાજ સંભળાતા લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.દિવસ દરમિયાન મેઇન્ટેનન્સની કામગીરી બાદ અચાનક વિજડીપીમાં ધડાકા થતા સ્થાનિક લોકો માં ફફડાટ વ્યાપ્યો હતો.