અંજાર: પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુમ થયેલા મોબાઈલ અને દાગીના પરત કર્યા
Anjar, Kutch | Oct 12, 2025 તારીખ 12/10/2025 ના અંજાર પોલીસે પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી"સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ"સૂત્રને સાર્થક કરતાં,સી.ડી.આર અને સી.ઈ.આઈ.આર.પોર્ટલની મદદથી 4,20,000 ની કિંમતના ગુમ થયેલા 20 મોબાઈલ ફોન શોધી, સાથે જ ગુનામાં રીકવર થયેલી 1,22,000ની કિંમતની સોનાની ચેઇન મૂળ માલિકને કોર્ટના હુકમ મુજબ તથા વરિષ્ઠ અધિકારીઓની સૂચના મુજબ આયોજિત "તેરા તુજ કો અર્પણ"કાર્યક્રમમાં પીઆઇ એ.આર. ગોહીલના હસ્તે આ વસ્તુઓ સુપ્રત કરવામાં આવી.