ગળતેશ્વર: રોગહરણી માતાના મંદિરે શ્રી કૈલાદેવી માતાના 16માં દેવી જાગરણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં આવેલ રોગહરણી માતાના મંદિર ખાતે રાજ રાજેશ્વરી શ્રી કૈલાદેવી માતાનું 16મુ દેવી જાગરણ કરીને ઉજવણી કરવામાં આવી જેમાં ભક્તજનોએ માંની આરતી કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર ગુપ્તા સમાજ દ્વારા કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી કૈલાદેવી માતાનું આખી રાત ભજન કીર્તન સાથે 16મુ જાગરણ કરીને ધામધૂમથી ઉજવણી કરી હતી સૌ કોઈ માં ની ભક્તિમાં લિન થઈને જાગરણ કર્યું હતું.