શિનોર: કંજેઠા ગામે કેળના ખેતરમાંથી 8 ફુટ લાંબા અજગરનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યુ
Sinor, Vadodara | Jul 31, 2024 કંજેઠા ગામની સીમમાં ખેડૂત રાજાભાઈ રામનું કેળનું ખેતર આવેલું છે.જેમાં આજરોજ સાંજના 5.45 કલાકે કેળના ખેતરમાં આશરે 8 ફુટ લાંબો એક અજગર આવી ચડતાં શ્રમિક મજૂરોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેળના ખેતરમાં આવી ચડેલા અજગરને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરાયો હતો.