શિનોર: અવાખલ ગામે કુવાની ઓરડીમાં આવી ચડેલા કોમન કોબ્રા સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું.
Sinor, Vadodara | Jul 29, 2024 વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને રાત્રીના સવા આઠ વાગ્યાના અરસામાં અવાખલ ગામે રહેતા ખેડૂત મિનેષભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે મોહનભાઈ પટેલના કુવાની ઓરડીમાં એક સાપ ઘૂસી ગયો છે.જે અંગેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કુવાની ઓરડીમાં ઘૂસી ગયેલ કોમન કોબ્રા સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગના નિર્દેશ અનુસાર સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી સરાહનીય કામગીરી કરી હતી.