શિનોર: સાધલી ગામે ફાર્મ હાઉસમાંથી સાપનું રેસ્ક્યું કરાયું
Sinor, Vadodara | Jul 31, 2024 શિનોર તાલુકાના સાધલી ગામે હસમુખભાઈ પટેલનું પ્રિન્સ ફાર્મ હાઉસ આવેલું છે.આ ફાર્મ હાઉસમાં બપોરના 1.45 કલાકે એક સાપ આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું વડોદરા ના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રિન્સ ફાર્મ હાઉસમાં આવી ચડેલા સાપનું ભારે જહેમત ઉઠાવી સફળતા પૂર્વક રેસ્ક્યું તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.