મુન્દ્રા: મુંદરામાં અદાણી કંપનીમાંથી ₹12.50 લાખના વાયર ચોરનાર ચાર શખ્સો ઝડપાયા
Mundra, Kutch | Apr 6, 2026 મુંદરામાં અદાણી કંપનીમાંથી ₹12.50 લાખના વાયર ચોરનાર ચાર શખ્સો ઝડપાયા મુંદરા પોલીસે અદાણી એમ.પી.એલ. કંપનીના સ્ટોરમાંથી થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અબ્દુલ કરીમ, અજીજ જુણેજા, સમીર શેખ અને ઉસ્માન જુણેજા નામના ચાર શખ્સોની ટોળકીને પોલીસે ₹12.49 લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.