વઢવાણ: શહેરમાં રૂપિયા 6.25 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી સુરક્ષા સામે સવાલો
સુરેન્દ્રનગર ખાતે આવેલ જિલ્લાના મુખ્ય એસટી બસ સ્ટેશનનું રૂપિયા 6.25 કરોડથી વધુના ખચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. બસ સ્ટેશનમાં દરરોજ 10 હજારથી વધુ મુસાફરોની અવરજવર છે ત્યારે સીસીટીવી કેમેરાના અભાવને કારણે મુસાફરી તેમજ તેમના કિંમતી સામાન ની સુરક્ષા ને લઈને સવાલો ઉભા થયા છે.