વઢવાણ: વઢવાણ માં ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતોમાં રોષ ખેડૂતોએ વળતર આપવા માંગ કરી પશુઓને પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા
વઢવાણની સીમમાં પશુઓ દ્વારા ખેતરોમાં ભેલાણ કરી પાકને નુકશાન પહોંચાડતા રોષે ભરાયેલા ખેડુતો દ્વારા ભેલાણ કરતા અંદાજે ૨૫ થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કર્યા.પોલીસને બોલાવી ખેતરમાં ભેલાણ કરી નુકશાન પહોંચાડતા તમામ પશુઓને પાંજરાપોળમાં મુકી પશુ માલિકો સામે રોષ દાખવ્યો.પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નુકશાન અંગે વળતર ચુકવવાની ખેડુતોએ કરી માંગ.