ગોધરા: પંચમહાલ જિલ્લામાં ઇંધણ સંકટ: ગોધરા શહેરમાં અનેક પેટ્રોલ પંપ ખાલી, જ્યાં ઉપલબ્ધ ત્યાં લાંબી લાઇનો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. શહેર અને બાયપાસ રોડ પરના ઘણા ફ્યુઅલ પંપોમાં પેટ્રોલનો જથ્થો ખલાસ થઈ ગયો છે, જ્યારે કેટલાક પંપોએ “પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ નથી” ના બોર્ડ લગાવ્યા છે. અંદાજે 10માંથી 5 પંપોમાં પેટ્રોલ નથી. જ્યાં જથ્થો ઉપલબ્ધ છે ત્યાં લાંબી લાઇનો લાગી છે. ઓઇલ કંપનીઓ દ્વારા સમયસર સપ્લાય ન મળતા આ સ્થિતિ ઉભી થઈ છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તાત્કાલિક પુરવઠો વધારવાની માંગ ઉઠી રહી છે