આણંદ શહેર: આણંદ જિલ્લાની જાહેર જનતા દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આઠથી દસ કલાક દરમિયાન ફટાકડા ફોડી શકશે
જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી જાહેર આરોગ્યને બચાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું આ દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ અમુક પ્રવૃતિ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.