મહુવા: બારતાડ ગામે ધોળા દહાડે ખુલ્લેઆમ દીપડા ની લટાર થી લોકોમાં ભયનો માહોલ, વન વિભાગે સત્વરે દીપડાને ઝબ્બે કરવાની માંગ
Mahuva, Surat | Feb 25, 2026 સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખાવવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વસવાટ અને લટારને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મહુવા તાલુકાના બારતાડ ગામના પટેલ ફળીયા નજીક દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.