ગોધરા: શંકાસ્પદ આર્થિક વ્યવહારો મામલે પોલીસની મોટી કાર્યવાહી: 'આપ'ના ઉમેદવારનું નામ ખુલ્યું, DySP એ વિસ્તૃત માહિતી આપી
ગોધરા શહેરમાં તાજેતરમાં થયેલા મોટા પાયે નાણાકીય વ્યવહારોએ પોલીસનું ધ્યાન ખેંચ્યું છે. 50 લાખ રૂપિયાથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મામલે પોલીસે તપાસ તેજ કરી છે, જેમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર સહિત ત્રણ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. ગોધરામાં છેલ્લા કેટલાક દિવસોમાં 50 લાખ રૂપિયાથી વધુની રકમની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ નાણાં ક્યાંથી આવ્યા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે.