ભાદરવી પૂનમ મહામેળામાં વિખૂટા પડેલા બાળકોને પરિવાર સાથે મિલાવતી બનાસકાંઠા પોલીસ
અંબાજી: ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ દરમિયાન અંબાજી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મેળાની ભારે ભીડ વચ્ચે પરિવારથી વિખૂટા પડી ગયેલા નાના બાળકોને તેમના માતા-પિતા અને પરિવારજનો સાથે મિલાવવાનું સરાહનીય કાર્ય બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મેળા દરમિયાન બાળકો પરિવારથી અલગ પડી જાય તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે. વિખૂટા પડેલા બાળકોને સુરક્ષિત રીતે પોલીસની દેખરેખ હેઠળ રાખી, તેમની ઓળખ અને પરિવારજનોની શોધખોળ કરવામાં આવે છે.
પોલીસની કામગીરીના પરિણામે અનેક બાળકોને તેમના માતા-પિતા તથા પરિવારજનો સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું છે. પોતાના બાળકને પરત મળતા પરિવારજનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને બનાસકાંઠા પોલીસની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન