વઢવાણ: રાયકાનગરમાં વરસાદી પાણીના નિકાલના અભાવે નર્કાગાર ની સ્થિતિ સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રાયકાનગર તેમજ આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલના અભાવે હાલ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી સતત ભરાયેલા રહેતા હોવાથી માખી મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે કે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.