ગોધરા: તાલુકા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 5 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપાયા
ગોધરા તાલુકા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 5 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપાયા,પંચમહાલ જિલ્લામાં મોબાઈલ ગુમ થવા તેમજ ચોરીના વધતા બનાવોને રોકવા માટે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકા પોલીસે ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.