વઢવાણ: બોમ્બ સ્કોર્ડ તેમજ રેલ્વે પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે રેલ્વે સ્ટેશન પર સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી
સુદિલ્હી લાલ કિલ્લા પાસે થયેલ બ્લાસ્ટને પગલે સુરેન્દ્રનગર રેલ્વે જંક્શન પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેલ્વે પોલીસ, જીઆરપી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડના સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરાયું.જેમાં મુસાફરોના માલ સામાન તેમજ રેલ્વે પ્લેટફોર્મ સહિત રેલ્વે સ્ટેશનનું ઝીણવટ ભર્યું ચેકીંગ કરવામાં આવ્યું હતું.તેમજ રેલ્વે સ્ટેશન પર વેઇટિંગ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, ખાણી પીણીના સ્ટોલ સહિતની તમામ જગ્યાઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.