ગોધરા: ભુરાવાવ વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી સોનાના દાગીના અને રોકડ સહિત ₹૨.૪૫ લાખ મત્તાની ચોરી
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹૨.૪૫ લાખની ઘરફોડ ચોરી કરી હતી. ભાવનાબેન રમેશચંદ્ર પટેલના મકાનનું તાળું તોડી ચોરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી લીધી હતી. ચોરીમાં સોનાની બંગડીઓ, ચેઈન, બુટ્ટી પેન્ડલ સેટ સહિત કુલ ₹૨,૪૫,૭૧૨ની મતા સામેલ છે. ઘટના અંગે ભાવનાબેન પટેલની ફરિયાદના આધારે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.