અંજાર: સોશિયલ મીડિયા પર બંદુક સાથેની હીરોગીરી ભારે પડી,પોલીસે કાયદાનો પાઠ ભણાવતા યુવાને પોલીસ સ્ટેશન ખાતે માફી માંગી
Anjar, Kutch | Oct 12, 2025 અંજાર તાલુકાના સમીર કુંભાર નામના યુવાનને ફિલ્મી અંદાજમાં નકલી બંદૂક સાથે પોસ્ટ કરેલી રીલ વાયરલ કરવી ભારે પડી છે. પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.પુછપરછ કરતાં તેના હાથમાં નકલી રિવોલ્વર હોવાનું અને તે રિલ્સ બનાવતો હોવાનું જણાવતાં તેને સોશિયલ મીડિયા પર વાઇરલ થવા સીન-સપાટા કરવાની હરકતોથી બચવાની તાકીદ સાથે કાયદો સમજાવતાં યુવાને માફી માગી હતી. આ સાથે તેણે અન્ય યુવાનોને પણ આ પ્રકારે રિલ્સ ન બનાવવાનો સંદેશ આપ્યો હતો.