ગોધરા: ગોધરામાં કાળઝાળ ગરમીનો કહેર: હીટવેવ સામે રક્ષણ મેળવવા ડૉ. સુજાત વલીની ખાસ અપીલ
લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા તરફથી જનહિતમાં એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગોધરામાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે જાણીતા તબીબ ડૉ. સુજાત વલીએ શું તકેદારી રાખવી જોઈએ તે અંગે સવિસ્તાર માહિતી આપી છે.