ગોધરા: શહેરા PDC બેંક ફ્રોડ: મુખ્ય આરોપી તત્કાલીન બ્રાન્ચ મેનેજરના જામીન કોર્ટે ફગાવ્યા
શહેરા પી.ડી.સી. બેંકમાં થયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ અને ઉચાપત કેસમાં મુખ્ય આરોપી અને તત્કાલીન બ્રાન્ચ મેનેજર સપન પરીખની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લા સેસન્સ કોર્ટે ફગાવી દીધી છેસરકારી વકીલની દલીલો મુજબ, આરોપીએ હોદ્દાનો દુરુપયોગ કરી, વડી કચેરીની મંજૂરી વિના ચાર પેઢીઓના નામે નકલી ખાતા ખોલી આપ્યા હતા. આ ખાતાઓમાં કરોડોના શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા હતા અને કાવતરાના ભાગરૂપે મેનેજરે રૂ. ૪,૯૫,૦૦૦ મેળવ્યા હોવાના પુરાવા મળ્યા છે. ગુનાની ગંભીરતા અન