વાલિયા: વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
Valia, Bharuch | Oct 6, 2025 રવિવારની સાંજે વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે બાજુના ખેડૂતે વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની જાણ થતાં ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા.