વડોદરા જિલ્લાના વાઘોડિયામાં લૂંટની ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં શ્રીપોર ટીંબી ગામ નજીક સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓએ કાર અટકાવી ડીપર મારવાના મુદ્દે ઝઘડો ઊભો કર્યો અને મારામારી બાદ લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં ભોગ બનનાર જીલ પટેલે તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ વાઘોડિયા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં તમામ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી વધુ ગંભીર ઘટના ટ