વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે શ્રી રાજપૂત કરણી સેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
દેશની રાજપૂત સમાજની યુવાનો માટે ની મોટામાં મોટી સંસ્થા એવી શ્રી રાજપૂત કરણી સેનાનો ૨૦માં વર્ષ માં પ્રવેશ કર્યો છે ત્યારે સ્થાપના દિવસ નિમિતે સુરેન્દ્રનગર ના કરણી સેના ની ટીમ દ્વારા સંસ્થાના સ્થાપક સ્વ. લોકેન્દ્રસિંહ કાલ્વી સાહેબ ની છબી ને ફુલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.અને સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં દરેક સમાજને પણ ઉપયોગી બની અને દરેક સમાજને સાથે રાખીને સમાજ સેવા કરવામાં આવશે એવું આહવાન કર્યુ હતું