જુના બંદર રોડ પરથી ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Dec 3, 2025
ગંગાજળીયા પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ટીમે ગુપ્ત માહિતીના આધારે જુનાબંદર રોડ વૈશાલી સિનેમા પાછળ "મામાના ઓટલા" પાસે હાથકાપનો જુગાર રમતા કુલ 5 જુગારીઓને રંગેહાથ ઝડપ્યા હતા.પોલીસે સ્થળેથી ગંજીપત્તાના 52 પાના અને રોકડ ₹1,950 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાંરોહીત ઉર્ફે બટુ બારૈયા,રવજી ઉર્ફે ભગત બારૈયા,અજય ઉર્ફે ભોલો ગોહેલ,પ્રકાશ ઉર્ફે હરકટ મકવાણા અને સતીષ રાઠોડનો સમાવેશ થાય છે.પાંચેય વિરૂદ્ધ જુગાર અધિનિયમ કલમ-12 હેઠળ ગુનો નોંધ્યો.