ભાવનગર શહેર: ચિત્રા મથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો,કુલ ત્રણ સામે ગુનો દાખલ
Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
શહેરના ચિત્રા દેવીપૂજક વાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરતા સ્કુટર પર વિદેશી દારૂની હેરાફેરી કરતા હિતેશ હિંમતભાઈ ધાપા નામના ઈસમને કુલ ૧૪ બોટલ વિદેશી દારૂ જેની કિંમત ₹૫,૮૮૪ સાથે ઝડપી લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો નયનાબેન ઉર્ફે નનુ બારૈયા અને ઋત્વીક ઉર્ફે માંજો મકવાણાએ વેચાણ માટે મોકલ્યો હતો,પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.