ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના પિતા કહેવાય છે.દર વર્ષે 6 ડિસેમ્બરે તેમની પુણ્યતિથિ ને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. .મહાપરિનિર્વાણ એટલે બૌદ્ધ ધર્મમાં આત્માની મુક્તિ. આંબેડકરના મહાન આત્માની શાંતિ અને તેમની અમૂલ્ય સેવાને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.ભારતીય બંધારણ નાં ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરજી ના મહા નિર્વાણ દિવસ નિમિત્તે આજરોજ સવારે 10 ના અરસામાં ડૉ. આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ડૉ.આંબેડકરની પ્રતિમાને હરારોપણ કરાયા હતા