પ્રવીણભાઈ ચાંગડા નાઓએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકી હતી.જેમાં આજતકના રિપોર્ટર સુધીર ચૌધરીના વિડિયો સાથે દિવ્ય ભાસ્કરમાં જાહેર પ્રસિદ્ધ થયેલ સમાચારનું કટિંગ એડિટ કરી એને ખોટા સમાચાર તરીકે દર્શાવ્યુ હતું. તેમજ તેમાં રાષ્ટ્ર વિરોધી વિધર્મી પત્રકારોનો કાવતરું લખીને પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી.ખંભાત અને જિલ્લાના પત્રકારોએ મામલતદારને આવેદનપત્ર આપી સોશિયલ મીડીયામાં પોસ્ટ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.